Jayant pathak biography examples
નવીન શું છે
સવિશેષ પરિચય: ફોટો: જયંત પાઠક
પાઠક જયંત હિંમતલાલ (૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીથી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી.
૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક.
Jayant pathak biography examples in hindi Patel Manilal M. Vadhariya Ijjatkumar R. Madrasi M. New Delhi: Sahitya Akademi.૧૯૪૭ થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬ માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-૯૧’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
એમના કાવ્યસંગ્રહો ‘મર્મર’ (૧૯૫૪), ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૩), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરીક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮) જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુઃખાત્મક સંવેદનો એમના સતત આરાધ્ય વિષયો રહ્યાં છે; અને તેઓ પ્રારંભે ગીત, સૉનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યાં છે.
‘મર્મર’ અને ‘વિસ્મય’માં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સૉનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નોનું નિરૂપણ, માનવીનો ‘અમૃતનો વારસ’ તરીકે મહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતો કરાવે છે. ‘વિસ્મય’થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે.
‘સંકેત’માં કવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે.
તેથી ‘સર્ગ’- માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલો પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિવાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે.
કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’ (૧૯૬૭) અને ‘તરુરાગ’ (૧૯૮૮) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યક્ત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’ વતન એટલે ‘પ્રકૃતિ’, આદિમતા અને અસલિયતની ભોંય’.
Biography examples for students: Hardcover Paperback. Modi Navin Vibhakar Dr. Neill A. Bigg Boss Poll.
એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધો. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઈચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી વેદનાનો -અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા, આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક સરવાણી ઉમેરાય છે.
કવિ બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોક્તિનો આશ્રય લઈને ઘણી આકર્ષક રચનાઓ થઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે.
કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિનો પ્રબળ ઉદ્વેક ‘વનાંચલ’માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે.
પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ -એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે.
એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે.
૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ’ (૧૯૬૫) એ સુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીનો, ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલોક’ (૧૯૬૬) અને ‘ભાવયિત્રી’ (૧૯૭૪)માં વિવિધ લેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે.
કલા અને વાસ્તવ, કવિકર્મ, કવિતામાં છંદ-લય-અલંકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિશદ છણાવટ કરી છે. ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ (૧૯૮૫)માં એમનાં વસનજી ઠક્કુર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે તો, ‘કિમપિદ્રવ્યમ્’ (૧૯૮૭)માં વિવેચન-લેખો છે. ‘ટૂંકીવાર્તાઃ સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણીઃ જીવન અને સાહિત્ય’ (અન્ય સાથે, ૧૯૬૮), ‘રામનારાયણ વિ.
પાઠક (સર્જક અને વિવેચક)’ (૧૯૭૦) જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (૧૯૭૩), ‘ભાવચિત્ર’ (૧૯૭૪), ‘કાવ્યસંચય’ ભા. ૩ (અન્ય સાથે, ૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તો ‘ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ’ (૧૯૫૭), ‘ધીરે વહે છે દોન’- ભાગ. ૩ (૧૯૬૧), ‘ક્રાંતિની કથા’ (૧૯૭૮) વગેરે એમના અનુવાદો છે.
-દક્ષા વ્યાસ
મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ; કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે.Jayant pathak biography examples Wells H. Showing all 2 results. Pathak was raised by his grandfather Joitaram, because his father Himmatram died when he was about ten years old. Vananchal Anunaya Mrugaya‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; ‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’ ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે.
-દક્ષા વ્યાસ
મૃગયા (૧૯૮૩) : ‘અનુનય’ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઇકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ.વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને મૂર્ત કરતાં કરતાં કવિ સ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનોની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહનો વિશેષ પ્રગટ્યો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા.Short biography examples New Delhi: Sahitya Akademi. From to , he served as a teacher at different schools including the New Era School in Vadodara, the Katapitiya School, and a school at Karjan village. A K Gandhi A. Contact Us.એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનો આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. બાળક બચુના શિશુજીવનમાં એ સઘળું ક્રમેક્રમે અનાયાસ પરોવાતું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની-સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ વતનમાં અજાણ્યા અનુભવે છે.
અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સુષ્ટિ તો ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.
-દક્ષા વ્યાસ
વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે.